સાવરકુંડલા ખાતે વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં રેડક્રોસ સોસાયટીની સાવરકુંડલા શાખાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે CPR તાલીમ અને થેલેસેમિયા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થઈ હતી. પ્રિન્સિપાલ ડા. એસ.સી. રવિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ટ્રેનર મેહુલ વ્યાસે CPR અને રિકવરી પોઝિશનની સૈદ્ધાંતિક તથા પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. ડા. રવિયાએ થેલેસેમિયા ટેસ્ટનું મહત્વ સમજાવ્યું હતું. દાતાઓની સહાયથી ટેસ્ટ નિઃશુલ્ક રહેશે. ૨૬ સપ્ટેમ્બરે કોલેજ ખાતે મેગા કેમ્પ યોજાશે. કાર્યક્રમમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.











































