વિશ્વભરમાંથી વ્યાપારી મહત્વ ધરાવતી લગભગ ૨૦૦ ચોખાની જાતો ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ ખાતે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ પ્રકારનો પ્રથમ વૈશ્વીક સંગ્રહ આવતા મહિને નવી દિલ્હીમાં યોજાશે. આ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને એક જ જગ્યાએ વિવિધ ચોખાની જાતોની તુલના કરવામાં અને સંભવિત સપ્લાયર્સને ઓળખવામાં મદદ કરશે.
આ કાર્યક્રમના આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન ભારત મંડપમ ખાતે પ્રદર્શિત થનારા ગ્લોબલ રાઇસ કલેક્શનમાં ઇટાલીના આર્બોરિયો, થાઇલેન્ડના જાસ્મીન અને ગ્લુટીનસ ઇડ્ઢ૬ અને જાપાનના સુશી રાઇસથી લઈને ભારતના બાસમતી, સુગંધિત પરંપરાગત અનાજ, કાળા અને લાલ ચોખા અને ખાસ પ્રાદેશિક જાતોનો સમાવેશ થશે.
આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય ચોખાને માત્ર એક વાણિજ્યક ચીજવસ્તુ તરીકે જ નહીં, પરંતુ ભૂગોળ, જૈવવિવિધતા, ખાદ્ય પરંપરાઓ અને ખેતી પદ્ધતિઓ સાથે જોડાયેલા ઉત્પાદન તરીકે રજૂ કરવાનો છે. ભારતની વાણિÂજ્યક ઓફરિંગમાં પુસા બાસમતી, સુગંધા અને શરબતી સહિતની અનેક બાસમતી જાતોનો સમાવેશ થશે. આ ઉપરાંત,પીઆર-૧૧,પીઆર -૧૪, પરમલ અને સોના મસુરી જેવી બિન-બાસમતી જાતો પણ પ્રદર્શિત કરવામાં આવશે.
આ સંગ્રહમાં પ્રાદેશિક અને પરંપરાગત જાતોનો પણ સમાવેશ થશે, જેમાં કેરળના નવરા અને રક્તશાલી, તમિલનાડુના સીરાગા સામ્બા, મપ્પીલાઈ સામ્બા અને કરુપ્પુ કાવુની, છત્તીસગઢના દુબારાજ, પશ્ચિમ બંગાળના તુલાઈપંજી, મણિપુરના ચક-હાઓ કાળા ચોખા, આસામના જાહા ચોખા, ઉત્તર પ્રદેશના કાલા નમક, મધ્ય પ્રદેશના ચિન્નોર, મહારાષ્ટÙના અંબેમોહર અને કાશ્મીરના મુશ્કબુડજીનો સમાવેશ થાય છે.
ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશનના દેવ ગર્ગે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, ભારત આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદની મુલાકાત લેનાર વૈશ્વીક ખરીદદાર એક જ સ્થાનથી, વ્યાપારી રીતે સંબંધિત જાતોની વિશાળ શ્રેણી જાઈ, તુલના કરી અને તાત્કાલિક તેમની સાથે જોડાઈ શકશે.” અમારું માનવું છે કે આ ચોખા સંગ્રહ નવા ઉત્પાદનો શોધવા માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે.”











































