સાવરકુંડલા ખાતે કબીર ટેકરી આશ્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ, સદ્ગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ અને નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે રમાબેન અનિલભાઈ પારેખ પરિવારના સહયોગથી ૨૪ સપ્ટેમ્બરે સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે. નિષ્ણાત ડોક્ટરો દ્વારા આંખના રોગોનું નિદાન અને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન સાથે નેત્રમણી બેસાડવામાં આવશે. દર્દીઓને આવવા-જવા, રહેવા, જમવા અને દવાની સુવિધા વિનામૂલ્યે મળશે. જરૂરિયાતમંદોને રાહતદરે ચશ્મા અપાશે. આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની ઝેરોક્સ તથા દવાનો રિપોર્ટ લાવવાનો રહેશે.











































