વડિયા તાલુકાના તોરી ગામે ફરજ બજાવતા ચાર શિક્ષકોની બદલી થતા આઝાદ યુવક મંડળ દ્વારા વિદાયમાન અપાયુ હતુ. તોરી ગામની શાળાના આચાર્ય મુકેશભાઈ ભાયાણીના અધ્યક્ષસ્થાને
વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં ફરજ બજાવતા જયભાઈ ત્રિવેદીની પીટીસી શિક્ષક તરીકે બદલી થઈ છે. જયારે સ્નેહલબેન ઘાડીયા, જાગૃતિબેન ગોહેલ અને મંજુલાબેન ચૌધરીની પણ બદલી થતા તેમને ભવ્ય વિદાયમાન અપાયુ હતુ. જયારે બે શિક્ષકો હાજર થતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રતીભાઈ સાબલપરાએ કર્યુ હતુ.
































