લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એન.એસ.એસ. અને જ્ઞાનધારા પ્રવૃત્તિ અંતર્ગત સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડે બંધારણના મહત્વ, નાગરિકોના અધિકારો અને ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આઇક્યુએસીના સંયોજક ડા. શબ્બીરભાઈ પરમારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જ્ઞાનધારા પ્રવૃત્તિ અંતર્ગત ડા. મહેશભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન ક્વિઝ-૨૦૨૬ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી ડા. વિરાજબેન રાઠોડે સંચાલન કર્યું હતું. અંતમાં બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.