અમરેલીના વેપારી સાથે રૂ. ૩૩.૦૮ લાખની છેતરપિંડી થઈ હતી. બનાવ સંદર્ભે મયુરભાઈ રમેશભાઈ કાવઠીયા (ઉ.વ.૩૬)એ સુરતમાં રહેતા બુટાણી એન્ટરપ્રાઈઝ પેઢીના માલિક સંજયભાઈ લાલજીભાઈ બુટાણી સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, તેમની ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પેઢી ખાતે આરોપી આવ્યો હતો. પોતે સીંગદાણાનો વેપાર કરે છે તેમ કહી વિશ્વાસમાં લઈ, ૧૦ દિવસમાં બિલ ચૂકવી આપવાની શરતે સીંગદાણા રૂ. ૧૧૫ પ્રતિ કિલોના ભાવે ૫,૦૦૦ કિલોના ટેક્સ સહિત કુલ રૂ. ૬,૦૩,૭૫૦ તથા આરોપીના કહેવાથી પ્રમુખ એન્ટરપ્રાઈઝના માલિક પ્રકાશભાઈ બટુકભાઈ ઝાલાને સીંગદાણા રૂ. ૧૧૬ પ્રતિ કિલોના ભાવે ૧૦,૦૦૦ કિલોના ટેક્સ સહિત કુલ રૂ. ૧૨,૧૮,૦૦૦ તેમજ સીંગદાણા રૂ. ૧૧૮ પ્રતિ કિલોના ભાવે ૧૨,૦૦૦ કિલોના ટેક્સ સહિત કુલ રૂ. ૧૪,૮૬,૮૦૦ મળી કુલ રૂ. ૩૩,૦૮,૫૫૦નો માલ મંગાવ્યો હતો (અથવા વેપારીએ મોકલી આપ્યો હતો).વેપારીએ પૈસા બાબતે આરોપીનો સંપર્ક કરતા તેણે ખોટા વાયદા આપ્યા હતા. આરોપીએ પ્રમુખ એન્ટરપ્રાઈઝના અલગ-અલગ રકમના, સહી ડિફર (અલગ) થતી હોય તેવા બે ચેક કુરિયરથી મોકલી કુલ રૂ. ૩૩,૦૮,૫૫૦ ઓળવી જઈ આજદિન સુધી પરત ન આપી છેતરપિંડી કરી હતી.