અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ ખાતે NSS વિભાગ દ્વારા ‘તમાકુ મુક્ત શિક્ષણ સંસ્થા’ પ્રકલ્પ અંતર્ગત તમાકુ અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ યોજાઈ હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબહેન સોરઠિયાએ તમાકુ અને અન્ય વ્યસનોની પરિવાર તથા સમાજ પર પડતી ગંભીર અસરો અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કર્યા હતા. બ્રહ્માકુમારી સંસ્થાનના ડા. એસ. આર. દવે અને કિંજલબેને નકારાત્મક વિચારો તેમજ ડિજિટલ સાધનોની ગુલામીમાંથી મુક્ત થઈને સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ અને સ્ટાફે વ્યસનોથી દૂર રહેવાના તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાના શપથ લીધા હતા. આ આયોજનથી સંસ્કાર, સેવા અને ચારિત્ર્ય દ્વારા તંદુરસ્ત સમાજ નિર્માણની સમજ મળી હતી. સ્ટાફ અને NSS વિભાગના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આચાર્યશ્રીએ આભાર દર્શન કર્યું હતું.








































