મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા વિઠ્ઠલેશ રાયજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વરસાદી માહોલ છતાં વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ ગામો ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા અને અમરેલીથી વૈષ્ણવો પધાર્યા હતા. બહ્મસંબંધ દીક્ષા બાદ પલના નંદ મહોત્સવ યોજાયો. કિર્તનકારોએ કિર્તન રજૂ કરી આનંદ કરાવ્યો. મનોરથીઓ દ્વારા ચિત્રજીની પૂજા, આરતી અને કેસર સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ વૈષ્ણવોએ ચરણસ્પર્શ અને મહાપ્રસાદનો લાભ લીધો. કારોબારી સમિતિ અને મહિલા મંડળે સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો.