વંડાની પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા આપવાનો સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સંચાલક મંડળના મે.ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ચૌહાણ મીત, મકવાણા સિયા, રાઠોડ હેમાંગી, સોલંકી ખુશી, બાવળિયા અસ્મા, ખસિયા જેનીલ, ખસિયા તમન્નાએ શાળામાં વિતાવેલા વર્ષોના સંસ્મરણો વાગોળ્યા હતા.