બાબરાના ખંભાળા ગામની સગીરાને નાનીકુંડળનો યુવક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ નાની કુંડળ ગામના સતીષભાઈ જેન્તીભાઈ વેલાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો.










































