દામનગરને ગ્રામ પંચાયતમાંથી શહેરી દરજ્જો મળ્યાને ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. વર્ષ ૨૦૦૫માં લાઠી તાલુકા પંચાયતની લેન્ડ કમિટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મફત પ્લોટ ફાળવાયા હતા. ત્યારબાદ છેલ્લા ૨૧ વર્ષથી એકપણ ગરીબ પરિવારને મફત પ્લોટ મળ્યા નથી.મોંઘવારી અને આર્થિક સંકડામણના કારણે ગરીબો ખાનગી બિન-ખેતીની મોંઘી જમીન ખરીદી શકતા નથી. ૧૫મી ઓગસ્ટે રાજ્ય સરકારે જાહેર કરેલી ઉદાર નીતિ મુજબ દામનગર પાલિકા કક્ષાએ લેન્ડ કમિટીનું ગઠન કરવું જોઈએ. જો પાલિકા પાસે સરકારી જમીન ન હોય તો ખાનગી જમીન વેચાતી લઈ, બિન-ખેતી કરાવી ગરીબોને પ્લોટ કે આવાસ બનાવી આપવા સ્થાનિક આગેવાનોએ યોગ્ય રજૂઆત કરી આયોજન કરવું જરૂરી બન્યું છે.









































