ખાંભાના ડેડાણ ગામે ઠપકો આપતાં સારું નહીં લાગતા ધમકી આપવામાં આવી હતી. આ અંગે સાહીલભાઇ વજીરભાઇ બેલીમ (ઉ.વ.૨૩)એ અયાન ફીરોજભાઇ અગવાન (રહે. ડેડાણ), ચેતન ઉર્ફે બુધો મનજીભાઈ સોંદરવા (રહે. નવા માલકનેશ) તથા એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, ચેતન ઉર્ફે બુધો મનજીભાઈ સોંદરવા બે દિવસ પહેલાં તેમના ઘર આગળથી નીકળ્યો હતો અને ગાળો આપી હતી, જેથી તેમણે ઠપકો આપ્યો હતો. તે વાતનું સારું ન લાગતાં, તેઓ જ્યારે પોતાના ઘર આગળ ઊભા હતા ત્યારે આરોપીઓ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને જેમ-ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ લાકડાના ધોકા વડે ફટકારીને મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. ત્રણેય આરોપીઓ જતી વખતે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ગયા હતા. આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિભાઇ જીવણભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































