ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કોલંબો ખાતે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ભારતીય ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા. આ મેચમાં જયસ્વાલ પાસે અડધી સદી સુધી પહોંચવાની તક હતી, પરંતુ તે ૪૫ રન માટે અસિતા ફર્નાન્ડો દ્વારા ક્લીન બોલ્ડ થયો. આઉટ થયા પછી જયસ્વાલ ગુસ્સે દેખાઈ રહ્યા હતા.
ભારતની ૧૭મી ઓવરના છેલ્લા બોલ પર, અસિતા ફર્નાન્ડો વિકેટની આસપાસ આવ્યો અને એક શાનદાર ગુડ-લેન્થ બોલ ફેક્યો જે ઉછળ્યો અને ઝડપથી અંદરની તરફ વળ્યો. યશસ્વી જયસ્વાલે ઓફ સાઇડ પર પંચ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની અંદરની ધારને સ્પર્શીને સ્ટમ્પ પર વાગ્યો, જેના પરિણામે તે આઉટ થયો. ફર્નાન્ડોની ઓવરમાં જયસ્વાલે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ફર્નાન્ડોને વિકેટ મળી, ત્યારે તેણે આક્રમક રીતે ભારતીય બેટ્સમેનને આઉટ કર્યો.
આઉટ થયા પછી, જયસ્વાલ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલ અને ઝઘડો થયો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે જયસ્વાલ શ્રીલંકાના બોલર પાસે ગયો અને તેને કંઈક કહેતો જાવા મળ્યો. પરિસ્થિતિ વધુ વણસતી જાઈને શ્રીલંકાના કેપ્ટને દરમિયાનગીરી કરી અને બંનેને અલગ કર્યા અને પરિÂસ્થતિ શાંત કરી. ત્યારબાદ શ્રીલંકાના કેપ્ટને યશસ્વીને ડ્રેસિંગ રૂમમાં મોકલી દીધો. જયસ્વાલે તેની ૪૫ રનની ઇનિંગ દરમિયાન નવ ચોગ્ગા ફટકાર્યા.યશસ્વી જયસ્વાલ પહેલા, ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તે ૩૩ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. કુલદીપ યાદવ ચેપને કારણે રમી રહ્યો નથી, અને સરંશ જૈનને તેની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.









































