અમરપુર (વરૂડી) વડી ડેમ સાઈડ, પ્લોટ વિસ્તારમાં ૧૮ ઓગસ્ટના રોજ વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ દ્વારા સાપ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકોને સાપ અંગેની સામાન્ય માહિતી અંતર્ગત ઝેરી-બિનઝેરી સાપની ઓળખ, સાપના ખોરાક, રહેઠાણ અને માનવ વસાહતમાં સાપના આવવાના કારણો, સર્પ દંશ ન થાય તે માટે રાખવાની કાળજી, સાપ અંગેની ગેરમાન્યતાઓ તેમજ સર્પ દંશ વખતે ઇમર્જન્સી સારવાર મેળવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦થી વધુ બાળકો, બહેનો અને યુવાનો હાજર રહ્યા હતા. પ્રોગ્રામના દાતા જીગ્નેશભાઈ (રાધે ક્રિષ્ના હોટેલ)ની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી.










































