અમરેલી જિલ્લામાં ૫ મહિલા સહિત ૧૩ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ મળીને ૬૩ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. ભેરાઈ ચોકડી, હડાળા ગામના પુલ પાસે, ડુંગર પોલીસ સ્ટેશન તથા અમેરલી, સાવરકુંડલામાંથી એક-એક મળી કુલ પાંચ ઇસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.











































