મગફળીઃ મોડા લાગતા પાનનાં ટપકાઃ મગફળીમાં આ ટપકાંઓથી વધારે નુકશાન થાય છે. આ ટપકાં પાકના ૪૦ દિવસ પછીની અવસ્થાએ જોવા મળે છે. આવા ટપકાંઓ નિયમિત ગોળ વર્તુળાકારે તેમજ પાનની નીચેની સપાટીએ ધેરા કથ્થાઈ કાળા રંગના હોય છે, જે શરૂઆતમાં ૧.૦ મી.મી. વ્યાસથી વધીને પ.૦ મી.મી. ના બને છે. ટપકાની નીચેની સપાટીએ રોગકારકના બીજાણુઓ જોવા મળે છે. આવા ટપકા ફેઈઓઈસેરીઓપસીસ પરસોનાટા નામની ફુગથી થાય છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે ત્યારે બંને પ્રકારના ટપકાંથી થતા ચાઠા પર્ણ, ઉપપર્ણ, પ્રકાંડ અને સૂયા પર પણ લાગે છે. ટપકાઓના રોગથી પાન સુકાવા લાગે છે અને ખરી પડે છે. રોગ પાન ઉપર લાગતા હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખલેલ પહોચાડે છે અને તેથી સીંગના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
• તેના નિયંત્રણ માટે રોગ ઓછો લાગે તે માટે ખેતરમાંથી આગલા વરસે મગફળી ઉપાડી લીધા પછી રોગિષ્ઠ છોડના અવશેષો વીણી, બાળીને નાશ કરવો.
• બાજરો કે જુવાર જેવા પાકો આંતર પાક તરીકે લેવા.
• મગફળીના પાકમાં જુદા જુદા સમયે કઈ ફૂગનાશક વાપરવી તે જોઈએ તો ૩૫ થી ૪૦ દિવસે ૦.૦૦પ ટકા હેકઝાકોનાઝોલ ૨૫ એમ એલ પંપ નાખી છંટકાવ કરવો. ત્યાર પછી ૫૦ થી ૫૫ દિવસનો પાક થાય ત્યારે ટેબ્યુકોનાઝોલ ૧૦ % + સલ્ફર ડબલ્યુજી ૩૦ ગ્રામ પંપ નાખી છંટકાવ કરવો.ખાસ દયાન રહે કે આ સમયે તાપમાન ૩૦oCવધુ ન હોવું જોઈએ. ૩૦ કરતાં વધારે તાપમાન થાય તો આ દવા નો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્રીજી જે દવા છે એ ૬૫ થી ૭૦ દિવસનો પાક થાય ત્યારે ફ્લુક્ઝાપાયરોક્ઝેડ + પાયરાકલોસ્ટટ્રોલીન ૧૦ થી ૧૨ એમ એલ પંપ નાખી છંટકાવ કરવો જોઈએ અથવા એઝોસ્ટટ્રોલીન ૧૮.૨ % + ડાયકેનાકોનાઝોલ ૧૧.૪% ૧૫ થી ૨૦ એમ એલ પંપ નાખી છંટકાવ કરવો.
• મોલો અને તડતડીયાં ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ
(ડાયમીથોએટ/મિથાઇલ-ઓ-ડીમેટોન/ફોસ્ફામિડોન /ઇમિડાક્લોપ્રીડ/થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.
• મગફળીમાં મુંડાના નિયંત્રણ માટે શેઢાપાડા તેમજ ઝાડ ઉપર કાર્બારીલ ૧૦ દ્બઙ્મ ૧૦ લીટર પાણીમાં નાખી સાંજે છંટકાવ કરવો. સાંજના સમયે ઝાડને હલાવવું અને ઝાડને નીચે પડેલા ઢાળિયા કીટકને કેરોચનમાં નાખી નાશ કરવો. આ ઉપરાંત પ્રકાશ પિંજર નો ઉપયોગ પણ કરવો ખાસ જરૂરી છે. પાકમાં ક્લોરપાયરીફોસ ૨૫ ml પમ્પમાં નાખી નીઝલ કાઢી ડેન્સિંગ લાઈનમાં કરવું.. પિયત સગવડ હોય તો ૪ લીઅર ક્લોરપાયરીફોસ હેકટરે પિયત સાથે આપવું.
કપાસ: મોલો – મશી, થ્રીપ્સ, સફેદમાખી અને તડતડીયા:
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ફલોનિકામાઈડ ૫૦ ડબ્લ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફેન્થ્થુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા ડીનેટોફયુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લી. અથવા ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૫૦% + ઈમીડાકલોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિ.લી. અથવા એસીફેટ ૨૫+ ફેનવાલરેટ ૩% ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સલ્ફર(ગંધક) ઉણપના કારણે
• છોડના બધા પાન આછા લીલા રંગના જોવા મળે
• છોડના ઉપરના કુમળા પાન પીળા રંગના જોવા મળે તથા પાનની શીરાઓ પણ પીળી દેખાય
• છોડ બટકો રહે અને થડ પાતળુ જોવા મળે
• નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની પૂર્તિ ગંધક ધરાવતા રાસાયણિક ખાતરો જેવાકે એમોનીયમ સલ્ફેટ કે સીંગલ સુપર ફોસ્ફેટ વડે કરવી.
• જમીન ચકાસણી આધારે હેકટરે ર૦-૪૦ કિ.ગ્રા./ગંધક આપવું.
• જમીનમાં સેન્દ્રીય ખાતર આપવું.
ડાંગરઃ
• ડાંગર પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અથવા કાર્બોફ્યુરાન ૩ જી (૮ થી ૧૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૫ કિ.ગ્રા બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૨.૫-૩.૦૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લી. પૈકી ગમે તે એક કિટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાજરીઃ
• બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જુવારઃ
• કાલવ્રણ / પાનના ટપકા માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
• મોલો-મશીનો ઉપદ્રવ જણાય તોલીમડાની લીબોળીની મીંજ ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો.
શેરડી: રાતડો
• ટ્રાયકોર્ડમાં વિરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેકટરે ચાસમાં આપવું.
• વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.
મગ અને ચોળા:
• મગમાં પીળો પંચરંગીયોના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાંટવી.
કાલવર્ણ રોગ અડદ અને મગ માં જોવા મળે છે. તેના નિયંત્રણ માટે શરૂઆતમાં કાર્બેન્ડીઝમ ૧૦ મિલી હેક્ઝાકોનાઝોલ ૧૦ મિલી, મેન્કોઝેબ ૨૫ મિલી માંથી કોઈ એક દવા નો છંટકાવ પછી બીજો ૧૫ દિવસે કરવો
તુવેરઃ
• તુવેરમાં ચૂસીને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરવાશોષક પ્રકારની દવા,જેવી કે ફલોનીકામાઈડ ૩ ગ્રામ અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ ડાયમીથોએટ ૧૦ મિ લિટર પાણીમાં ૧૦ છંટકાવ કરવો
• પાન કથીરી માટે શોષક પ્રકારની દવાઓ અથવા કથીરીનાશક દવા જેવી કે ફેનાઝાકિવન પ્રોપરગાઈટ અથવા ઉમેરી છંટકાવ કરવો.
વેલાવાળા શાકભાજી: લાલ અને કાળા મરીયા, ફળમાખી
લાલ અને કાળા મરીયા:
• એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૨ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ફળની વીણી કર્યા બાદ છંટકાવ કરવો.
રીંગણ ઃ ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટેકલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એમાંમેક્ટીન બેન્ઝોએટ ૫ વેપા ૫ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા કલોરાનટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૧૦મી.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
મરચી:
• થ્રીપ્સ માટે ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફયુરાન ૩ જી ૮-૧૦ કિ.ગ્રા. / હે. પ્રમાણે આપવી. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)નો છંટકાવ કરવો.
નાળીયેરીઃ નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડદીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ,૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જુન-જુલાઈમાં અને તેટલોજ બીજો હપ્તો સપ્ટેમ્બર-ઓકટોબર મા આપવો.














































