અમરેલી જીલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૧ પત્તા પ્રેમીને ઝડપી પાડ્‌યા હતા. બગસરામાંથી અજયભાઇ દેવરાજભાઇ મકવાણા, ઇઝાજભાઇ ફીરોજભાઇ કુંડલીયા, ભાવેશપરી ધીરૂપરી ગૈસ્વામી, રૂસ્તમશા ઇકબાલશા મોગલ તથા કિસનભાઇ ભીખુભાઇ ચંદુરા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૧,૩૦૦ સાથે ઝડપાયા હતા. અમરેલીમાં રોકડીયા પરા, કાળ ભૈરવદાદાના મંદિર પાસેથી જયસુખભાઇ ધીરૂભાઇ વાઘેલા,તુષારભાઇ ગૌરીદાસ હરીયાણી, અરુણભાઇ કિશોરભાઇ તલસાણીયા, ભાવેશભાઇ ભરતભાઇ સોલંકી, કલ્પેશભાઇ પ્રાગજીભાઇ વાળા, ભાવેશભાઇ પ્રાગજીભાઇ વાળા તથા સુરેશભાઇ ભરતભાઇ સોલંકી જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૪૮૦૦ સાથે ઝડપાયા હતા. બંને સ્થળેથી મળીને કુલ ૧૬,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.