જાફરાબાદના લોઠપુર ગામે યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે મહેશભાઈ ભાણાભાઈ બારૈયા (ઉ.વ.૩૬)એ ચંદુભાઈ રામભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તેમનો ભત્રીજો ચંદુભાઈ રામભાઈ બારૈયા તેના ઘરે ઝગડો કરતો હોવાથી તેઓ તેને સમજાવવા ગયા હતા. જોકે, ચંદુભાઈને આ વાત સારી ન લાગતા, તેણે જેમ-ફાવે તેમ ગાળો આપી હતી અને છરી મારવા જતા (મહેશભાઈને) જમણા હાથની હથેળીમાં તથા પેટના ભાગે સાધારણ છોલાણ થયું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એમ.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.