સમર્થ વ્યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગ્રુપની બહેનો દ્વારા ૨૧ જૂનના રોજ ઇન્ટરનૅશનલ યોગા ડેની વિશિષ્ઠ ઉજવણી કરાઈ હતી. ઘણા વર્ષથી સમર્થ વ્યાયામ મંદિર (અખાડા)માં બહેનોના યોગા વર્ગ ચાલી રહ્યા છે. જેમાં પરંપરા અનુસાર આ વર્ષે પણ વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે વિવિધ યોગા આસનોની કવીઝ, યોગાસનની ગેઇમ તથા તેના લાભની પ્રાયોગિક રીતે સમજણ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આ યોગા વર્ગમાં પારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી તથા માધવીબેન ભટ્ટ સેવા આપી રહ્યા છે. વ્યાયામ મંદિરમાં સાંજે ૪ થી ૬ નિઃશુલ્ક યોગા પ્રશિક્ષણ નિયમિત રીતે આપવામાં આવે છે.