સાવરકુંડલાના એક યુવકનો ફોન પેન્ટના ખિસ્સામાંથી પડી ગયો હતો, જેને કોઈ અજાણ્યો ઈસમ ઉપાડીને ફરાર થઈ ગયો હતો.આ અંગે જયદીપભાઈ ખોડાભાઈ સિંધવ (ઉ.વ. ૨૫)એ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ સાવરકુંડલા-મહુવા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં ગાડી ભરતા હતા. ગાડી ભરાઈ ગયા બાદ તેઓ ઘરે પરત આવ્યા, તે દરમિયાન રૂ. ૨૬,૯૯૯નો ફોન પેન્ટના ખિસ્સામાંથી રસ્તામાં ક્યાંક પડી ગયો હતો, જે કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હતો.સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ રાઠોડ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































