આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બાબરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સરકારી કમળશી હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવી, નિયમિત યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ સૌએ ઉત્સાહપૂર્વક સામૂહિક યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ ઉજવણીમાં બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ રમેશભાઈ પરવાડિયા, કારોબારી ચેરમેન ભરતભાઈ રંગપરા સહિતના રાજકીય આગેવાનો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, નગરપાલિકા, આરોગ્ય અને મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દ્વારા સમાજમાં તણાવમુક્ત જીવન અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.