જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પર્યાવરણ અનુકૂળ ઈ-રિક્ષા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાથી અમરેલી, કુંકાવાવ, ખાંભા, લીલીયા, રાજુલા અને સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરેથી વૈજ્ઞાનિક ઢબે ઘન કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા.