આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકામાં ૨૧ દિવસીય નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોમાં યોજાયેલી આ શિબિર દ્વારા યોગના મહત્વ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. શિબિર દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ સાથે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભોની માહિતી આપવામાં આવી હતી. સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિયુક્ત રાજુલા તાલુકા યોગ કોચ ભૂમિ મજુકોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરને સારો પ્રતિસાદ મળ્યો હતો.






































