રાજુલાના રામપરા-૨ ગામે યુવકને હાથમાં ફ્રેક્ચર કરી જાનથી મારવાની ધમકી આપી હતી. નાથાભાઈ જીણાભાઈ વાઘ (ઉં.વ. ૪૫) એ તેમના જ ગામના વાજસુરભાઇ વિરાભાઇ વાઘ તથા સનાભાઇ વિરાભાઇ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, ફરિયાદીનો દીકરો જયદીપ પિંજરાવાળી વાડીએ માલઢોર ચારતો હતો તે દરમિયાન આરોપીઓ ત્યાં જઈ ગાળો બોલતા હતા. જેથી તેમનો દીકરો ત્યાંથી ભાગવા જતા વાજસુરભાઈએ તેના દીકરાને લાકડાના ધોકાનો છૂટો ઘા કરી પછાડી દીધો હતો. સનાભાઈ વાઘે તેને પકડી રાખ્યો હતો અને વાજસુરભાઈએ લાકડાના ધોકા વડે તેમજ કુહાડીના હાથા વડે પગના ભાગે તેમજ હાથના ભાગે આડેધડ માર માર્યો હતો. બંને આરોપીઓએ મારામારી કરી તેના દીકરાને ડાબા હાથે ફ્રેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.