વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચેનો વિવાદ હવે ટીમ ઇન્ડિયા સુધી પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાના સ્પિન બોલિંગ કોચ, સાઈરાજ બહુતુલેએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. બહુતુલેએ કહ્યું કે સૂર્યવંશી ખૂબ જ શાંત વ્યક્તિ છે, પરંતુ તેમને ખબર નથી કે તેમને કેવી રીતે ઉશ્કેરવામાં આવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે યુવા ખેલાડી આ ઘટનામાંથી પાઠ શીખશે. સોમવારે ભારત એ અને શ્રીલંકા એ વચ્ચેની મેચ દરમિયાન ૧૫ વર્ષીય વૈભવનો શ્રીલંકાના ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલ થઈ હતી. શ્રીલંકા છએ રોમાંચક સુપર ઓવર જીત્યા પછી આ ઘટના બની હતી. મેચ પછી, સૂર્યવંશી ગુસ્સાથી શ્રીલંકાના ખેલાડી વિશેન હલમ્બાગેને ધક્કો મારતો જાવા મળ્યો હતો.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે રમાઇ હતી,મેચના એક દિવસ પહેલા, સાઈરાજ બહુતુલેએ કહ્યું કે તે એક દુઃખદ ઘટના હતી. “હું વૈભવને જાણું છું, તે ખૂબ જ શાંત છોકરો છે. અમને ખબર નથી કે તેને શું ગુસ્સો આવ્યો કે ઉશ્કેર્યો. પરંતુ મને વિશ્વાસ છે કે ત્યાં હાજર વરિષ્ઠ કોચ તેને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે.” તેમણે વધુમાં કહ્યું કે શ્રીલંકાના ખેલાડીઓને પણ શિષ્ટાચાર અને સારું વર્તન શીખવવું જાઈએ.
બહુતુલે ભારતીય અંડર-૧૯ ટીમ સાથે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટર ઓફ એક્સેલન્સમાં વિવિધ વય સ્તર પર સૂર્યવંશી સાથે કામ કર્યું છે. જ્યારે સૂર્યવંશીએ આઇપીએલ ૨૦૨૫ માં પોતાની પહેલી મેચ રમી હતી, ત્યારે બહુતુલે રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના સ્પિન બોલિંગ કોચ હતા. બહુતુલેએ કહ્યું હતું કે તે એક યુવાન ખેલાડી છે અને હજુ પણ શીખશે. ભારત માટે રમવાની તેની પાસે મોટી જવાબદારી છે. તેને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં આવું પુનરાવર્તન નહીં કરે અને આવી ભૂલો ટાળી શકાય છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, જ્યારે ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશી અને તેનો સાથી બેટ્‌સમેન સૂર્યાંશ શેડગે મેચ પછી પાછા ફરી રહ્યા હતા, ત્યારે શ્રીલંકાના ખેલાડી વિશેન હલાંબેએ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. હલાંબેએ સૂર્યવંશીને કહ્યું કે મેચ પૂરી થઈ ગઈ છે, હવે ઘરે જાઓ. આ સાંભળીને સૂર્યવંશી ખૂબ ગુસ્સે થઈ ગયા. શ્રીલંકાના વરિષ્ઠ ખેલાડી નિરોશન ડિકવેલાએ પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે આ કૃત્ય બદલ હાલમ્બેને દંડ ફટકાર્યો હતો. જાકે, સૂર્યવંશી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.