આયુષ્માન આરોગ્ય મંદિર, વડેરા દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળા ખાતે જૂન માસ એટલે કે ‘મેલેરિયા વિરોધી માસ’ અંતર્ગત ધોરણ ૧ થી ૮ ના બાળકોને આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવાના કારણો તેમજ તેને અટકાવવાના વિવિધ ઉપાયો વિશે સવિસ્તાર સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે બાળકો સમક્ષ ગપ્પી ફીશનું જીવંત નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) પણ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુષ્માન આરોગ્ય મંદિરના સ્થાનિક સ્ટાફના સભ્યો સપનાબેન રાણવા, ડી. જી. રાજ્યગુરુ, કે. બી. દુધાત, બિલ્કીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવ સહિત પ્રાથમિક શાળાના આચાર્ય નીતિનભાઈ જાની તેમજ શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.