બાબરાના કોટડાપીઠા થી રાયપર ગામના જુના ગાડા માર્ગે આવેલી વાડી ખેતરેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૩૨૦ બોટલ ઝડપી પાડી હતી. વાડીની ઓરડીમાંથી પોલીસે રૂ.૯,૩૫,૭૫૮નો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વીરડી ગામેથી ૨ લીટર અને જાફરાબાદમાંથી ૧ લીટર મળી ત્રણ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ૧૩ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.