દામનગરમાંથી બે દીકરીઓ ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહી હતી. સીરાજભાઇ ગફારશાહ પઠાણ (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી નફીસાબેન સીરાજભાઇ પઠાણ (ઉ.વ.૧૮) પોતાના રહેણાંક મકાનેથી કોઇને કહ્યા વગર પોતે પોતાની મેળે કયાક જતી રહી હતી. જે બાદ દિનેશભાઇ જીવરાજભાઇ પીઠવા (ઉ.વ.૬૨) તેમની દિકરી ભાવીકાબેન પીઠવા (ઉ.વ.૨૦)રહેણાંક મકાનેથી કોઇને કહ્યા વગર પોતે પોતાની મેળે કયાક જતી રહી હતી.