સાવરકુંડલાના આંબરડી ગામે એક પુરુષે આર્થિક તંગીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે અલ્પેશભાઈ કનુભાઈ માલાણી (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, કનુભાઈ શંભુભાઈ માલાણી (ઉ.વ.૬૦)ના પત્નીને ૧૭ વર્ષથી વા’ની બીમારી હતી. જેથી આર્થિક તંગીથી કંટાળી ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે. ચલાલામાં રહેતા મુકેશભાઈ છગનભાઈ ધંધુકીયા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, રોનકભાઈ મુકેશભાઈ ધંધુકીયા (ઉ.વ.૨૨)એ પોતાની મેળે ઝેરી દવા પી લેતા મરણ પામ્યા હતા.








































