લાઠીના ટોડા ગામે એક યુવકને તું મારી પત્નીને આવા ખરાબ મેસેજ શું કામ કરે છે કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મેહુલભાઇ નાથાભાઇ ઝાપડીયા (ઉ.વ.૩૪) એ મેહુલભાઇ નાથાભાઇ ચોહલા, ધુધાભાઇ નાથાભાઇ ચોહલા, બીજલભાઇ નાથાભાઇ ચોહલા, વિક્મભાઇ ધુધાભાઇ ચોહલા, વિરજીભાઇ જેસાભાઇ ચોહલા, રોનકભાઇ બીજલભાઇ ચોહલા સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાની પાન-માવાની દુકાનને વેપાર ધંધો કરતો હોય ત્યારે પોતાના ફોનની ફેસબુક આઇ.ડી ઉપર રિકવેસ્ટ આવી હતી. જેમા તેના પત્ની સંગીતાની ફેસબુક આઇ.ડી નામના એકાઉન્ટ ઉપર આરોપી મેહુલભાઇ ચોહલાએ મેસેજ કરેલ હોય કે, કેમ ભાભી દોસ્તી કરી તેમજ તેના પત્નીના ફોટા નીચે એક દિલનું ઇમોજી મેસેજ કર્યું હતું. જેથી તેમણે આરોપીને કહ્યું કે તું મારી પત્નીને આવા ખરાબ મેસેજ શું કામ કરે છે. જેથી આરોપીએ અભદ્ર ભાષાનો
આભાર – નિહારીકા રવિયા ઉપયોગ કરી હતો.જે બાદ આરોપીઓ તેના ભાઇઓને બોલાલ્યા હતા. આરોપીના ભાઈઓએ આવીને કહ્યું કે, તે મારી પત્નીને ખરાબ મેસેજ કરે છે તો આરોપીએ તેની વાત માની નહોતી. તેમજ ગાળો આપવા લાગ્યો હતો. તે દરમિયાન તેના ભાઇઓ આવી જતા આરોપીઓ જતા રહ્યા હતા. જતા જતા આરોપીએ તેને કહ્યું કે, બધા લોકો આવી ગયા છે, વાડીએ થોડા સાથે હશે એમ કહી ટાંટીયા ભાગી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી.










































