બગસરા બાયપાસ નદીપરા વિસ્તારમાંથી દારૂની ૧૭૭ બોટલ સાથે યુવક ઝડપાયો હતો. કામીલશા ઉર્ફે સુજલો સાજીદશા શાહમદાર (ઉ.વ.૨૦) પાસેથી પાસ પરમીટ વગર પોતાના કબ્જાવાળા રહેણાક મકાને ભારતીય બનવાટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી. ની ૧૭૭ નંગ રીંગ પેક બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૩૦,૦૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બગસરા ટાઉન પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ નજીકથી એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ ૧૧ નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી.










































