ઉના નગરપાલિકાના સભાખંડમાં આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬ માટેના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ પદ માટે હર્ષાબેન ભોળુભાઈ રાઠોડની બિનહરીફ વરણી થઈ હતી, આ ઉપરાંત, મિતેષભાઈ હરકિશનભાઈ શાહ ઉપપ્રમુખ તરીકે, ઘનશ્યામભાઈ મનસુખલાલ જોષી કારોબારી સમિતિના ચેરમેન તરીકે, અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી શાસક પક્ષના નેતા તરીકે અને દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર દંડક તરીકે બિનહરીફ જાહેર થયા હતા.