ગુજરાત એટીએસ અને એએનટીએફ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે ગાંધીનગર ઝોનની એએનટીએફ ટીમે મહેસાણા જિલ્લાના ઉંઝાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર પોપી સ્ટ્રોના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, એએનટીએફ ગાંધીનગર ઝોનની ટીમ મહેસાણા વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ અને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ઝાંથી મુણપુર જતાં હાઈવે પર આવેલી ‘રામદેવ ધાબા’ ખાતે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે માદક પદાર્થપોપી સ્ટ્રોનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં રામદેવ ધાબા ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૩.૯૫૪ કિલોગ્રામ પોપી સ્ટ્રો મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૯,૩૧૦ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં હેમંતકુમાર તિલારામ રાવત,વિજયરાજ માનારામ રાવત,માનારામ જેસરામ રાવત, ત્રણેય હાલ મુણપુર ખાતે રામદેવ ધાબા પાસે રહે છે અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી વિજયરાજ માનારામ રાવત સામે અગાઉ પણ એનડીપીએસ એકટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
કબજે કરાયેલ મુદ્દામાલ જાઇએ તો પોપી સ્ટ્રો કુલ વજનઃ ૩.૯૫૪ કિલોગ્રામ,અંદાજિત કિંમતઃ રૂ. ૫૯,૩૧૦,મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજા પોલીસ હવે આરોપીઓ પાસેથી પોપી સ્ટ્રો ક્્યાંથી લાવવામાં આવતું હતું અને તેની સપ્લાય ચેઇન કોના સુધી જાડાયેલી છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.