બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર ૪ ના લોકપ્રિય અને સક્રિય યુવા આગેવાન છે, જેઓ પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડીને વિજેતા બન્યા છે. આ પૂર્વે તેમણે શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકેની પણ મહત્વની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર અને કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમારની વરણી કરાઈ છે. આ સાથે શાસકપક્ષના નેતા તરીકે કરણભાઈ વાળાને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે દંડક તરીકે સોનલબેન ઢોલરીયાની વરણી કરવામાં આવી છે. ભાજપ મોવડીમંડળ દ્વારા નવનિયુક્ત તમામ હોદ્દેદારોને શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ નવી અને યુવા ટીમ બગસરા શહેરના પ્રગતિશીલ કાર્યોને આગળ ધપાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.