લાઠીના ભીંગરાડ ગામે તું મારા તબેલામાં શું કામ આવ્યો કહી યુવક સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. તેમજ ગળકી પકડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભુપતભાઇ દીનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૮)એ સતારભાઇ હાજીભાઇ સૈયદ, સીરાજભાઇ સતારભાઇ સૈયદ, યુસુફભાઇ હાજીભાઇ સૈયદ, ઇદરીશભાઇ યુસુફભાઇ સૈયદ, રફીકભાઇ હાજીભાઇ સૈયદ તથા ફારૂકભાઇ હાજીભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને સીરાજભાઈ સૈયદે પોતાના તબેલાનું આર.આર.સી. પડદીનું કામ દેવા માટે તબેલામાં બોલાવ્યા હતા. તેઓ ત્યાં પહોંચતા સતારભાઈ સૈયદે તું મારા તબેલામાં શું કામ આવેલ છો તેમ કહી તેમને તથા સાહેદોને ગાળો આપવા લાગ્યા હતા. તેમજ પાવડો લઇ માર મારવા દોડ્‌યા હતા. ઉપરાંત ગળકી પકડીને કહેવા લાગ્યા કે, આજ તો તને મારી નાખવો છે. તેમજ ગાળો આપી ઢીકાપાટુ વડે માર માર્યો હતો. તેમજ ઝપાઝપી કરી મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો.