સાવરકુંડલામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદના પાવન પ્રસંગે મહુવા સ્કાઉટ બેન્ડ અને હુસેની સ્કાઉટ બેન્ડના સાથોસાથ જનાબ આમિલ સાહેબ, મુલ્લાં સાહેબ, વાલી સાહેબ તેમજ સમાજના ભાઈઓ દ્વારા વિશાળ જુલુસ કાઢવામાં આવ્યો હતો. જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઈઝી મસ્જિદ, સંઘેડિયા બજાર ખાતે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.