અમરેલી જિલ્લા કાયદો અને વ્યવસ્થા મજબુત કરવા અને બહારથી આવતા મજૂરો કારીગરો વિગત ડિજિટલ રાખવા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અમલમાં મુકાયા છે. ૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેમિનાર યોજીને સંભવિત ગુના અટકાવવા અને તપાસ ઝડપી કરવા માર્ગદર્શન આપ્યુ છે.અમરેલી સાવરકુંડલા લાઠી લીલીયા રાજુલા જાફરાબાદ જેવા વિસ્તારમાં ૧૮૮૮ જેટલા મજૂરો સ્થળ પર રજિસ્ટ્રેશન કરાયા. જેમાં માલિક વિગત, આધારકાર્ડ, બેંક, વાહન, પરિવાર અને વતનની માહિતી ઓનલાઈન અપલોડ કરી. સીસીટીવી કેમેરા મહત્વ બતાવીને પોલીસે નાગરિકો, ખેડૂતો અને સંસ્થાઓને મજૂરો નોંધણી કરાવી સહકાર આપવા અપીલ કરાયા.