યુએસમાં ૨૦૨૬ ની મધ્યવર્તી ચૂંટણીઓમાં, ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં બહુમતી મેળવી છે. દરમિયાન, મિશિગનથી સેનેટ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદની જીતે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર માઈક રોજર્સને હરાવીને ઇતિહાસ રચ્યો, અને યુએસ સેનેટમાં પહોંચનારા પ્રથમ મુસ્લિમ બન્યા.એઆઇએમઆઇએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તેમની જીત પર પ્રતિક્રિયા આપી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ કરતા, ઓવૈસીએ અબ્દુલ અલ-સૈયદની જીતને ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે જાડી. તેમણે લખ્યું, “મિશિગનમાં એક અબ્દુલ જીત્યો; હવે ઉત્તર પ્રદેશના અબ્દુલને પોતાની રાજકીય ઓળખ મજબૂત કરવી પડશે.” તેમણે આગળ લખ્યું, “સંઘીઓએ ‘અબ્દુલ’ ને મજાકમાં ફેરવવાનો ખૂબ પ્રયાસ કર્યો છે. સમય આવી ગયો છે કે બતાવવાનો કે અબ્દુલ અલ્લાહ સિવાય કોઈની સેવા કરતો નથી. અમે હવે કાર્પેટ પાથરશું નહીં.”
અલ-સૈયદે મિશિગન યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીમાં દવાનો અભ્યાસ કર્યો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રોડ્સ સ્કોલર તરીકે ડોક્ટરેટની પદવી મેળવી. અલ-સૈયદે સારાહ ઝકાકુ સાથે લગ્ન કર્યા છે, જેના માતાપિતા ભારતીય મૂળના છે. અલ-સૈયદ પોતાને “મૂડીવાદી” તરીકે વર્ણવે છે. તેમનું અભિયાન મુખ્યત્વે જીવનનિર્વાહના ખર્ચ અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતું. ગયા વર્ષે ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીના ચૂંટણી પ્રચારથી પણ તેમનો પ્રચાર પ્રભાવિત થયો હતો.તેમણે બધા નાગરિકોને આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે મેડિકેર ફોર ઓલ, ઇઝરાયલને લશ્કરી સહાય બંધ કરવા અને ચૂંટણી ભંડોળમાં સુધારો જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. મિશિગનમાં ગવર્નર માટે ૨૦૧૮ ની ડેમોક્રેટિક પ્રાથમિક ચૂંટણીમાં ગ્રેચેન વ્હિટમર સામે ૨૦ ટકાથી વધુ મતોથી હાર્યાના લગભગ સાત વર્ષ પછી, અલ-સૈયદ રાજકીય ક્ષેત્રમાં પાછા ફર્યા. તેમની હાર બાદ, તેઓ થોડા સમય માટે સક્રિય રાજકારણથી દૂર રહ્યા. આ સમય દરમિયાન, તેમણે પોતાનું પોડકાસ્ટ લોન્ચ કર્યું, એક પુસ્તક લખ્યું અને યુટયુબ અને ટેલિવિઝન પર નિયમિતપણે દેખાવાનું શરૂ કર્યું.








































