૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મો સ્વતંત્ર દિવસ છે.દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભગતસિંહ એ કહયુ છે કે સૌથી મોટામાં મોટો ધર્મ રાષ્ટ્રધર્મ છે. પ્રાથમિક શાળાથી માંડીને હાયર એજ્યુકેશન સુધી બાળકો દ્વારા તેમજ સરકારી કચેરીમાં તિરંગાને સલામી આપવામાં આવે છે. ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે મારા શરીરમાં છેલ્લા બુંદ સુધી લોહી હશે ત્યાં સુધી હું મારા દેશ માટે લડતો રહીશ. સાચી ભક્તિ રાષ્ટ્રની સેવામાં છે.ઉમાશંકર જોશી એ કહ્યું છે કે દેશ આઝાદ થતા તો થઈ ગયો તે શું કર્યું? હવે દેશ આઝાદ થયો છે તેને પુનઃ ગુલામી તરફ લઈ જવો હોય તો દેશના અહિતમાં કાર્ય કરીશું.તિરંગાને મહામહિમ રાષ્ટ્રપતિથી સામાન્યજન સલામી આપીને દેશપ્રેમ વ્યક્ત કરે છે. તિરંગાયાત્રા કરવાથી કદાચ પ્રજા એકત્ર થઈ શકશે. પરંતુ રાષ્ટ્રવાદ નિર્માણ કરવું હશે તો જે ક્ષેત્રમાં આપણને જવાબદારી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે નિષ્ઠા અને પ્રમાણિતતાથી કાર્ય કરવું પડશે.
‘‘હર ઘર તિરંગા” (Har Ghar Tiranga) એ ભારત સરકાર દ્વારા ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત શરૂ કરાયેલું એક લોકપ્રિય અને વ્યાપક રાષ્ટ્રીય અભિયાન છે.આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને આપણા રાષ્ટ્રીય ધ્વજ (તિરંગા) પ્રત્યેના આદર તથા લગાવને વધુ મજબૂત કરવાનો છે.
આ અભિયાનની શરૂઆત અને હેતુ વર્ષ ૨૦૨૨માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાનથી દેશભરમાં શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે જનભાગીદારીના એક વિશાળ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.તેનો ​મુખ્ય ઉદ્દેશ્ય અગાઉ રાષ્ટ્રધ્વજ સાથેનો આપણો સંબંધ મોટે ભાગે સરકારી કે સંસ્થાગત ડાયરા પૂરતો મર્યાદિત હતો. આ અભિયાનનો હેતુ દરેક નાગરિકને પોતાના ઘરે, દુકાનો અને સંસ્થાઓ પર ગર્વથી તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી રાષ્ટ્રધ્વજ સાથે દરેક નાગરિકનું વ્યક્તિગત અને ભાવનાત્મક જોડાણ સ્થાપિત થઈ શકે. આ વર્ષની વિશેષતાઓ (હર ઘર તિરંગા)​વંદે માતરમ્‌ ગાનના ૧૫૦ વર્ષ. આ અભિયાન અંતર્ગત દેશના સ્વતંત્રતા પર્વની સાથે-સાથે આપણા રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ગૌરવશાળી ઉજવણીની થીમ પણ સામેલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમો જેવા કે તિરંગા યાત્રા, બાઇક કે સાયકલ રેલીઓ, તિરંગા કોન્સર્ટ, સેલ્ફી પોઇન્ટ્‌સ, રંગોળી સ્પર્ધાઓ અને દેશના સ્વતંત્રતા સેનાનીઓ તથા વીર જવાનોનું સન્માન કરવામાં આવે છે.
ગુજરાતમાં પણ આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો અને ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. સરહદી વિસ્તારોથી લઈને મોટા શહેરો સુધી લાખો નાગરિકો ઉત્સાહભેર પોતપોતાના ઘરો પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય ગૌરવ વ્યક્ત કરે છે. રાષ્ટ્રીય ધ્વજ (તિરંગા) વિશે ટૂંકી માહિતી ત્રણ રંગો અને તેમનો અર્થ કેસરી રંગ શૌર્ય,સાહસ અને બલિદાનનું પ્રતીક છે.​સફેદ રંગ શાંતિ, સત્ય અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.​લીલો રંગ સમૃધ્ધિ, ખુશાલી, વિશ્વાસ અને પ્રગતિનું પ્રતીક છે. ​અશોક ચક્ર સફેદ પટ્ટીની મધ્યમાં નીલા રંગનું ચક્ર છે, જેમાં ૨૪ આરા (સ્પોક્સ) હોય છે, જે પ્રગતિ અને ગતિશીલતા સૂચવે છે.
હર ઘર તિરંગાએ આપણા દેશની આન, બાન અને શાન છે. તિરંગા માટે ભારતના ઘણા બધા ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે જ આજે આપણે સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકીએ છીએ. મેં મેરે દેશ કો ઝૂકને નહીં દૂંગા.આ વિચાર રાષ્ટ્રભાવના સાથે જોડાયેલો છે. આજે આપણે બધા પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ પરંતુ તેનું ચુસ્ત અમલીકરણ કરવામાં ઊણા ઉતર્યા છે. વંદે માતરમ.. ભારત માતાકી જય આ ૧૪૦ કરોડ લોકોનો અવાજ છે.તિરંગો દેશપ્રેમ વ્યક્ત કરે છે.વિશ્વમાં ભારતની ભવ્યતા અને દિવ્યતા વ્યક્ત કરે છે.
આજે તિરંગા રેલી સમગ્ર ગુજરાતમાં નીકળી રહી છે. ૧૫મી ઓગસ્ટના દિવસે તિરંગા રેલી કાઢવાથી રાષ્ટ્રપ્રેમ કદાચ શ્રેણીક હશે. પરંતુ પ્રત્યેક શ્વાસમાં મારા દેશને ગરીમા અને ગૌરવ જે દિવસે વ્યાપી જશે ત્યારે ભારતની ભવ્યતા વિશ્વ ફલક ઉપર દેખાશે.આજે દેશમાં ગરીબી, બેરોજગારી, બેકારી, બેઈમાની, ભ્રષ્ટાચાર, સાઇબર ક્રાઇમ, પ્રદૂષણ, ભેળસેળ, જાતિવાદ, છૂત અછૂત, અનામત, કરચોરી ટ્રાફિક સમસ્યા જેવા અનેક પ્રશ્નો જનતાના સેવકો અને જનતા દ્વારા ઉદભવ્યા છે.તેનું નિરાકરણ એક જ શબ્દમાં આવી શકે એમ છે અને એ રાષ્ટ્રવાદ. હું મારા રાષ્ટ્ર માટે શું શ્રેષ્ઠ કરી શકું? આ બાબત દરેક જનતાના માનસમાં ફીટ થશે ત્યારે તિરંગો ગગનમાં વિહરશે.
૧૫મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. દેશમાં જ અમીચંદો અને ગદ્દારો રહે છે. દેશપ્રેમ એજ ભક્તિ, ભાવના અને ભવ્યતા છે. સરદાર પટેલ ની અસ્મિતા એક વખત પ્રજાએ જોઈ લેવાની જરૂર છે. ‘વંદે માતરમ’.. ‘ભારત માતાકી જય’… ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨