સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘જન સેવા એ જ પ્રભુ સેવા છે’ માણસાઈના દીવા ત્યાં સુધી જીવંત રહેશે જ્યાં સુધી માનવ સમુદાય સેવાના ક્ષેત્રમાં કાર્યરત રહેશે. વિનોબા ભાવે એ કહ્યું છે કે ‘સેવાહી ઉપાસના હૈ’. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો. હેડગેવરજીએ રાષ્ટ્રસેવાના પ્રકલ્પને તેમજ હિંદુત્વને પોલાદી અને મજબૂત બનાવવા માટે સંઘની સ્થાપના કરી.સંઘની સ્થાપના એ જ સેવા છે. આજે કરોડો લોકો સેવાના ઉદ્દેશથી જોડાય છે. જ્યારે જ્યારે દેશમાં કુદરતી અથવા માનવસર્જિત આપત્તિ આવે ત્યારે સંઘના કાર્યકરો સેવામાં જોડાઈ જાય છે.
સેવાએ માનવ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય અને નિઃસ્વાર્થ પરોપકારનું પ્રતીક છે. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર, અન્યોના દુઃખ દૂર કરવા અને મદદરૂપ થવું એ માનવતાનો સાચો ધર્મ છે. સેવા માત્ર સમાજ કે પ્રકૃતિ માટે જ નહીં, પરંતુ વ્યક્તિના આંતરિક વિકાસ અને આધ્યાત્મિક શાંતિ માટે પણ અત્યંત જરૂરી છે.સેવાએ માત્ર પૈસાનું દાન નથી, પરંતુ મન, વચન અને કર્મથી અન્યને સહાયરૂપ થવાની ભાવના છે. સેવા કરવાથી આંતરિક શુદ્ધિકરણ થાય છે. મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી ઉપર જન્મ મળ્યો છે તો શા માટે સારું કાર્ય ન કરીએ? સેવા પ્રાથમિક અવસ્થાથી શરૂ કરીને વિરાટ સ્વરૂપ સુધી પહોંચી શકે છે.
પદ્મશ્રી સુરેશભાઈ સોની સહયોગ કૃષ્ઠ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર, સાબરકાંઠા ખાતે ૧,૦૦૦ જેટલા વ્યક્તિઓને પોતાનો પરિવાર સમજીને સેવા કરી.આવા રક્તપિતવાળા લોકોને જેના પરિવાર વાળા લોકો ત્યજી દે છે તેને તેમણે પોતાના પરિવારની જેમ રાખ્યા અને બધી જ સગવડ લોકભાગીદારીથી નિર્માણ કરી.પદ્મશ્રી સુરેશભાઈ સોની પ્રોફેસર હોવા છતાં નોકરી છોડીને સેવાના માર્ગે જીવન જીવી જાણ્યા. ગુરુજીએ સંઘની સેવાને વ્યાપક બનાવવા માટે સતત દેશના પ્રાંતોમાં ફરતા રહયા અને રાષ્ટ્ર સેવાના પ્રકલ્પને મજબૂત બનાવવા માટે લોકજાગૃતિ નિર્માણ કરી.
માનવતા અને સમર્પણની દ્રષ્ટિએ સેવાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં નિઃસ્વાર્થ ભાવે માનવજાત અને પ્રકૃતિની મદદ કરવાનો સમાવેશ થાય છે.સેવાના ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણો જેવા કે આપત્તિ વ્યવસ્થાપન અને રાહત કાર્ય પૂર, ધરતીકંપ કે રોગચાળા જેવી કટોકટીમાં જીવના જોખમે લોકોને બચાવવા અને ભોજન, દવાઓ પૂરી પાડવી (ઉદાહરણ તરીકે વિવિધ એનજીઓ દ્વારા ચાલતું ફૂડ-કેમ્પ).રક્તદાન અને અંગદાન અન્ય કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે રક્તદાન કરવું અથવા બ્રેઈન-ડેડ વ્યક્તિના અંગોનું દાન કરીને અંધ કે બીમાર વ્યક્તિને નવજીવન આપવું.ગરીબો અને અનાથો માટેની સંસ્થાઓ અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ કે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટેની શાળાઓ ચલાવીને તેમને આશરો અને શિક્ષણ આપવું.ગૌશાળા અને પ્રાણી કલ્યાણ, રસ્તે રઝળતા, બીમાર કે અબોલ પશુઓની સારવાર કરવી અને ગૌશાળામાં તેમની નિસ્વાર્થ સેવા કરવી.સરકારી સેવાઓ લોકોને ઘરઆંગણે જ તમામ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમએ સુશાસન અને જનસેવાનું ઉત્તમ ઉદાહરણ છે.શું તમે કોઈ ચોક્કસ ક્ષેત્ર (જેમ કે તબીબી સેવા, સામાજિક સેવા અથવા સરકારી સેવાઓ. આ બધી સેવાઓ પાછળ કર્મનો સિધ્ધાંત પ્રાણવાયુની જેમ કાર્ય કરે છે.કેટલાક સેવાભાવી લોકો જન સેવા કરવા માટે અલગારીની જેમ નીકળી પડતા હોય છે. તેમના માટે સમગ્ર વિશ્વ પરિવાર હોય છે. સેવા કરવામાં સદાય આનંદ હોય છે. સેવા કરવાના અનેક માર્ગો છે. તેમાંથી એક માર્ગને આપણે પકડી લઈએ અને તેના સાચા સિધ્ધાંતે સારું કાર્ય કરવા માટે કટિબધ્ધ બનીએ તેમાં જ સૌથી મોટો નિજાનંદ હશે. સેવા કરવા માટે પબ્લિક સીટી કરવાની જરૂર નથી. તમારું કાર્ય અને કર્મ ઓટોમેટિક માનવ સમુદાયમાં વ્યાપક બનશે. સેવા કરવાના ઉદ્દેશો નક્કી હોવા જોઈએ. આર્થિક ઉપાર્જન અને લોકપ્રિય બનવા માટે નથી. શિક્ષણનું મુખ્ય કાર્ય બાળકોમાં નૈતિકતા, પ્રમાણિકતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના અને સેવાની સાથે નૈતિક મૂલ્યો શીખવવાના છે. આચરણથી અનુશાસન સુધી પહોંચવું હોય તો સેવા સર્વશ્રેષ્ઠ માર્ગ છે. હાલ વર્ષાઋતુની સિઝન ચાલે છે અને આવા સમયગાળા દરમિયાન કુદરતી પ્રકોપ થાય ત્યારે ચોક્કસ વિસ્તાર પ્રભાવિત થયો હોય એ જગ્યાએ માણસો દ્વારા સેવાકીય પ્રવૃતિ નિર્માણ કરવામાં આવે અને આપત્તિમાં સપડાયેલા લોકોને મદદ આપીને તે આપત્તિમાંથી બહાર કાઢીએ સૌથી મોટી એ સેવા છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ સેવા છે. સેવાના નાના નાના માર્ગો વિશાળ રોડ મેપ તૈયાર કરી આપે છે.સંઘની ઘણી બધી ભગીની સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે.
ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડાથી પરિવહન માર્ગ ઉપર એક ઝાડ પડી ગયેલ હતું. તેના કારણે રોડ ઉપર અસંખ્ય ટ્રાફિકજામ થયો હતો, એ ઝાડ પડેલું બધા જ લોકો જોતા હતા તે સમયગાળા દરમિયાન એક સ્કૂલમાંથી નાનો વિદ્યાર્થી તે ઝાડને ખસેડવા માટે પ્રયાસ કરતો હતો. ટ્રાફિકમાં ફસાયેલા તમામ લોકો આ નાના બાળકને ઝાડ ખસેડવાની શરૂઆતને જોઈને પ્રભાવિત થયા અને ત્યારબાદ તે સૌ ટ્રાફિકમાં ફસાયેલા લોકો એ ઝાડને ખસેડવામાં જોડાયા અને તે ઝાડ રોડ ઉપરથી સાઇડ ઉપર ખસેડવાથી ટ્રાફિક સમસ્યા દૂર થઈ. એક નાના બાળકના માનસમાં આવેલો સેવા કરવાનો વિચાર એ ટ્રાફિકના માહોલમાં ફસાયેલા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો.ઉદાહરણ નાનું છે પરંતુ મેસેજ મોટો છે કે સેવા કરવાની શરૂઆત કોઈકે તો કરવી જ પડશે.
હું જે સંસ્થામાં નોકરી કરતો હતો તે સંસ્થાના પ્રમુખશ્રી સ્વર્ગસ્થ ચંદુભાઈ રણછોડભાઈ પટેલ (નેનપુર) દેહદાતા હંમેશા એવું કહેતા હતા કે આજીવન ખીચડી અને કઢી માટે છે. તેઓ હંમેશા સેવાકીય પ્રવૃતિ કરતા રહ્યા અને કરમસદ મેડિકલ કોલેજમાં પોતાના મૃત્યુ પછી પણ મેડિકલના છોકરાઓ રિસર્ચ કરી શકે તે માટે દેહદાન માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું.આવા સેવાભાવી લોકો આ દેશની અસ્મિતા છે. સેવા એ જ મેવા છે આ ઉપદેશને માનવી આજના ભૌતિકવાદમાં કેળવે તો ચારધામની યાત્રા અહીંયા જ છે. સેવા કરવી હોય તો અંતરની આત્મા અણીશુધ્ધ અને વૈચારિક ક્ષમતા માનવતાવાળી જોઈએ.વંદે માતરમ ભારત માતાકી જય
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨