શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં જ, શુભમન ગિલ એક એવા સિદ્ધિનો સામનો કરી રહ્યો છે જેને પાર કરી લેવામાં આવે તો તે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં તેનું નામ મજબૂત કરશે. ગિલ પાસે ફક્ત તેના બેટથી ટીમને મજબૂત બનાવવાની તક નથી, પરંતુ તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ઇતિહાસમાં ૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની શકે છે.હકીકતમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ૧૫ ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે. શુભમન ગિલ આ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જા ૨૬ વર્ષીય ખેલાડી બંને ટેસ્ટમાં કુલ ૧૫૭ રન બનાવે છે, તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૩,૦૦૦ રન પૂરા કરશે. ગિલે અત્યાર સુધી ૪૦ ઉ્ઝ્ર મેચોમાં ૨,૮૪૩ રન બનાવ્યા છે. તેને ૩,૦૦૦ રનનો આંકડો પૂર્ણ કરવા માટે ૧૫૭ વધુ રનની જરૂર છે. ગિલ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ડબ્લ્યુટીસીમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
શુભમન ગિલ – ૨૮૪૩ રન
ઋષભ પંત – ૨૭૮૦ રન
રોહિત શર્મા – ૨૭૧૬ રન
વિરાટ કોહલી – ૨૬૧૭ રન
રવીન્દ્ર જાડેજા – ૨૬૧૦ રન
યશસ્વી જયસ્વાલ – ૨૫૧૧ રન
શ્રીલંકા પ્રવાસ ગિલ માટે ફક્ત ૩૦૦૦ ઉ્ઝ્ર રન સુધી પહોંચવાની તક નથી. તેની પાસે કેપ્ટન તરીકે બીજા મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક પણ હશે. વર્તમાન ૨૦૨૫-૨૭ ડબ્લ્યુટીસી ચક્રમાં, ગિલ ભારતીય કેપ્ટન તરીકે ૮ મેચમાં ૯૫૦ રન બનાવી ચુક્યો છે. જા તે વધુ ૫૦ રન બનાવશે, તો તે ઉ્ઝ્ર ચક્રમાં ૧૦૦૦ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બનશે. ગિલ ભારતીય કેપ્ટન તરીકે ડબ્લ્યુટીસી ચક્રમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવી શકે છે.એક જ ડબ્લ્યુટીસી ચક્રમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન
શુભમન ગિલ – ૯૫૦ રન (૨૦૨૫-૨૭)
વિરાટ કોહલી – ૯૩૪ રન (૨૦૧૯-૨૧)
રોહિત શર્મા – ૮૬૪ રન (૨૦૨૩-૨૫)
વિરાટ કોહલી – ૪૧૫ રન (૨૦૨૧-૨૩)
રોહિત શર્મા – ૩૯૦ રન (૨૦૨૧-૨૩)
નોંધનીય છે કે, ફક્ત ત્રણ ભારતીય બેટ્સમેનોએ એક જ ઉ્ઝ્ર ચક્રમાં ૧,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે ૨૦૨૩-૨૫ ચક્રમાં ૧,૭૯૮ રન બનાવ્યા હતા, જ્યારે અજિંક્્ય રહાણેએ ૨૦૧૯-૨૧માં ૧,૧૫૯ રન અને રોહિત શર્માએ તે જ ચક્રમાં ૧,૦૯૪ રન બનાવ્યા હતા. ગિલે ૨૦૨૩-૨૫ ડબ્લ્યુટીસી ચક્રમાં પણ ૯૭૨ રન બનાવ્યા છે. હવે, વર્તમાન ચક્રમાં ૯૫૦ રન સાથે, તેની પાસે ફરી એકવાર આ વિશિષ્ટ ક્લબમાં સ્થાન મેળવવાની તક છે.














































