ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ (ગુજરાત પ્રદેશ) દ્વારા નવી સંગઠન રચનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાના મયુરીબેન બારૈયાની પ્રદેશ કક્ષાની કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરાઈ છે. મયુરીબેન આંગણવાડી કર્મચારીઓના હક્કો અને પ્રશ્નો ઉકેલવા સતત સક્રિય રહ્યા છે. મહત્વની જવાબદારી મળતા તેમણે સંગઠનનો આભાર માની નિષ્ઠાપૂર્વક સેવા આપવાની તેમજ કર્મચારીઓના પ્રશ્નોને યોગ્ય મંચ પર વાચા આપવાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમની પસંદગીથી કર્મચારી આલમમાં આનંદ વ્યાપી ગયો છે. આ તકે પરિવારજનો, આંગણવાડી કાર્યકરો તથા આશા વર્કર બહેનોએ મયુરીબેનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.








































