સાવરકુંડલામાં ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર યુનિસેફ, જિલ્લા પોલીસ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ‘જીવન કૌશલ્ય અને બાળસુરક્ષા’ વિષય પરજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા યુનિસેફના અધિકારીઓ કેશવ કર્ણાવત અને બિનલબેન પટેલે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં જીવન કૌશલ્યનું મહત્વ, બાળસુરક્ષાના કાયદાઓ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકાના ડી.વાય.એસ.પી. વિરલ ચંદન અને ટાઉન ઇન્સપેક્ટ કે. બી. સોલંકીએ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોલીસ સહાય મેળવવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. ગુરુકુળના અક્ષરમુક્તદાસજી સ્વામીએ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર, આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે શાળા પરિવાર અને પોલીસ ટીમે ભારે જહમત ઉઠાવી હતી.