ધારીના મારુતિનગરમાં બંધ મકાનમાં રોકડા ૩૦ હજાર સહિત ૯૯ હજારની ઘરફોડ થઈ હતી. બનાવ અંગે સત્યજીતભાઇ મનુભાઇ વાળા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ તેમના મારુતિનગર-૦૧માં આવેલા બંધ મકાનમાંથી અજાણ્યા ચોર ઇસમો ચાંદીના સિક્કા પાંચ, કબાટમાંથી ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦, ચાંદીના મુઠવાળી તલવાર, જર્મન ગ્લાસ નંગ-૦૬, ચાંદીના ગ્લાસ નંગ-૦૪, કિનખાબનો રૂમાલ જેના ચારેય ખૂણે ચાંદીના ગોફણા, પીતળના વાસણો, જર્મન પીતળના વાસણો, ૧૦ નંગ સાડીઓ, સાફા નંગ-૦૭, બ્લેઝર નંગ-૦૨, તાડપત્રી નંગ-૦૨, મકાનનો દસ્તાવેજ તથા એક નાની સાયકલ, ચાંદીના તેમજ સોનાના તારવાળી ચૂંદડી એમ મળી કુલ રૂ.૯૯,૦૦૦ના કિંમતી મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.