‘સ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં મળે’ મુખ્યમંત્રીની કડક ચેતવણી
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ચોમાસામાં અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વરસાદ બાદ સર્જાતી જળભરાવ અને ભૂવાની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વરસાદ બાદ સર્જાતી જળભરાવ અને ભૂવાની સમસ્યા અંગે મુખ્યમંત્રીએ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પેટર્નમાં બદલાવ જાવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ ટૂંકા સમયગાળામાં એકધારો અને અત્યંત ભારે વરસાદ પડતાં શહેરોની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ભારે દબાણ આવે છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં નવા વિસ્તારોને મહાનગરપાલિકાની હદમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી Âસ્થતિમાં શહેરના વિસ્તરણ સાથે પાણીના નિકાલ સહિતની માળખાકીય સુવિધાઓને પણ અનુરૂપ રીતે વિકસાવવાની જરૂર છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે જા એક જ સમયે ૨૧ ઈંચ જેટલો ભારે વરસાદ પડે તો કોઈપણ મહાનગરપાલિકાની હાલની સુવિધાઓ માટે તેને સંભાળવું પડકારજનક બની શકે છે. જાકે, વરસાદ બાદ સર્જાતા જળભરાવની Âસ્થતિને કેવી રીતે ઝડપથી નિયંત્રિત કરવી અને લોકોને રાહત કેવી રીતે આપવી તે અંગે આગોતરું આયોજન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ મુદ્દે પણ માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી આયોજન થવું જાઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે આજના સમયમાં ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં રસ્તા પર ભૂવા પડવાના કારણોને સમયસર કેમ શોધી શકાતા નથી. તેમણે જમીનની નીચે રહેલી વિવિધ સુવિધાઓ અને માળખાઓ તરફ પૂરતું ધ્યાન ન અપાતું હોવાની શક્્યતા વ્યક્ત કરી. ભૂગર્ભમાં રહેલી લાઈનો, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓની યોગ્ય જાળવણી તથા દેખરેખ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેટલાક સ્થળોએ જમીનની નીચેની ઈંટો સમય જતાં ખવાઈ જતી હોવાને કારણે પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિનું ટેકનિકલ રીતે વિશ્લેષણ કરી તેના કાયમી ઉકેલ માટે ઉપાય શોધવો જાઈએ.
શહેરોના ઝડપી વિસ્તરણ અને બદલાતી વરસાદી પરિસ્થિતિ વચ્ચે પાણીના નિકાલ, ડ્રેનેજ સિસ્ટમ અને રસ્તાઓના માળખાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર મુખ્યમંત્રીએ ભાર મુક્યો. તેમણે સંકેત આપ્યો કે જળભરાવ અને ભૂવા જેવી સમસ્યાઓ માટે ઘટના બાદની કામગીરી કરતાં આગોતરું આયોજન અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.શહેરોમાં સ્વચ્છતા અને રસ્તાઓની ગુણવત્તા અંગે મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે શહેરોમાં સ્વચ્છતા ન હોય તેવું કોઈપણ સંજાગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાજનોના હિતમાં ફાળવવામાં આવતા નાણાંનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે જરૂરી છે. તેમણે અધિકારીઓને સૂચના આપતાં કહ્યું કે જા સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નહીં જળવાય તો નવી ગ્રાન્ટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક તંત્ર પોતાની જરૂરિયાત મુજબ જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવે, પરંતુ શહેરમાં સ્વચ્છતા જળવાય તે અનિવાર્ય છે. રાજ્ય સરકાર સ્થાનિક સંસ્થાઓના આયોજનને મંજૂરી આપે છે ત્યારે તેની યોગ્ય અમલવારી અને પરિણામની જવાબદારી પણ નિભાવવી પડશે. રસ્તાઓની ગુણવત્તા અંગે મુખ્યમંત્રીએ નવા બનનારા તમામ રોડ શક્ય હોય ત્યાં સુધી બનાવવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ડામરના રસ્તાઓ દર વર્ષે બનાવવાની જરૂરિયાત ઊભી થતી રહે છે, જ્યારે ઇઝ્રઝ્રના રસ્તાઓની ટકાઉપણું અને ગેરંટી વધુ હોય છે. પાંચ વર્ષની ગેરંટી ધરાવતા ડામરના રોડ પણ ચોમાસા દરમિયાન તૂટી જતા હોવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.








































