લીલીયાના ગુંદરણ ગામની સીમમાં ૧૧ કે.વી.ની સિમેન્ટના થાંભલાવાળી પાવર લાઇનમાં તોડફોડ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. શેખ પીપરીયા ગામે રહેતા અશોકભાઇ ભીખાભાઇ ડેર (ઉ.વ.૩૮)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગુંદરણ ગામની સીમમાં આવેલી રઘુવીર એવન્યુઝ પ્રાઇવેટ લિમિટેડ સોલાર કંપનીથી ગુંદરણ ૬૬ કે.વી.માં પાવર સપ્લાય કરવાની ૧૧ કે.વી.ની સિમેન્ટના થાંભલાવાળી પાવર લાઇનના દસ સિમેન્ટના થાંભલા તોડી નાખી, સિમેન્ટના થાંભલા તથા થાંભલા સાથે જોડેલ એલ્યુમિનિયમ વાયરનું આશરે રૂ. ૧,૬૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ છબીલદાસ બટુકદાસ ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































