સાવરકુંડલા ખાતે ૬-૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આયોજિત SGFI જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુવર્ણ મેડલ મેળવનાર ખેલાડીઓમાં છત્રોલા હેમાદ્રી, ચૌહાણ શ્રેયા, કારેના ઉર્વી, સોલંકી વંદના, ખાંભલા સોહિલ, ધાધલ મનદીપ, વાળા વંશ, વાળા વિશ્વરાજ અને વાળા દેવેન્દ્ર સમાવિષ્ટ છે. રજત મેડલ ભડાણીયા હસ્તી, સોલંકી પલ, આલ ધનેશ્રી, બારિયા પરી, વાળા હરપાલ, રાઠોડ દેવ અને ધડુક હેનીલે મેળવ્યા હતા. જ્યારે કાંસ્ય મેડલ ડાંગર માનવ, ગોહિલ યુવરાજ, વામજા કૃપા, ડાંગર ધાર્મિક, ખસીયા અનીતા, નાઘેરા જીયા અને ડાભી તનીશ્કાએ પ્રાપ્ત કર્યા હતા. આ તકે વસંતભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા.