૧૦ મી ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ સિંહ દિવસ‘ તરીકે ઉજવાય છે ત્યારે ગીરની ગોદમાં વસેલા તરશિંગડા ગામની વિનય વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાની પ્રાર્થના સભામાં શિક્ષક ડો. દિલીપભાઇ મકવાણાએ વિદ્યાર્થીઓને વિશ્વ સિંહ દિવસનું મહત્વ સરળ રીતે સમજાવ્યું હતું. તે ઉપરાંત મુકેશભાઈ કોદાવલાએ વિદ્યાર્થીઓ પાસે સિંહનાં સંરક્ષણ માટેના વિવિધ સૂત્રો તૈયાર કરાવ્યા હતા અને ત્યારબાદ તરશિંગડા ગામમાં જાગૃતિ રેલીનું આયોજન થયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય કનકસિંહ ગોહિલ સાહેબ, સી. આર. સી. કો ઓર્ડીનેટર વિપુલભાઈ ચુડાસમા, હરેશભાઈ શિંગાળા, મનનભાઇ વૈષ્નાણી તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સિંહ સંરક્ષણ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.






































