અમરેલીના તત્કાલીન તાલુકા હેલ્થ ઓફિસર ડા. દયાળજીભાઈ પટેલ સામે ઈ.પી.કો. કલમ ૪૬૭ મુજબ ખોટા રેકર્ડ બનાવવાનો ગુનો નોંધાયો હતો.આ કેસમાં નીચલી ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપીને તકરારી કલમ હેઠળ તકસીરવાન ઠેરવીને ૧ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે એડવોકેટ મુકેશભાઈ બી. પાઠક મારફતે અમરેલીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ નીચલી કોર્ટનો સજાનો હુકમ ગેરકાયદેસર ઠેરવી રદ્દ કર્યો હતો અને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. યુવા એડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલને કારણે ડોકટરનો નિર્દોષ છુટકારો થયો હતો.