અમરેલીની પરિણીતાને રાજકોટમાં પતિએ મેણા-ટોણા માર્યા હતા. આ અંગે સાજેદાબેન અલ્તાફભાઇ રાઉમા (ઉ.વ.૩૭)એ પતિ અલ્તાફભાઇ અબુભાઇ રાઉમા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના નિકાહની તા.૧૨/૦૨/૨૦૧૨ થી તા.૧૨/૦૬/૨૦૨૬ દરમ્યાન રાજકોટ મુકામે તેના પતિ અલ્તાફભાઇ અબુભાઇ રાઉમાએ અવારનવાર ઘરકામ તેમજ અન્ય બાબતોમાં મેણા-ટોણા મારી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. ઉપરાંત ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી.આદ્રોજા વધુ તપાસ કરી રહ્યા છે.